રસ્તા પર અને રસ્તા બહાર, સારી સુરક્ષા સાવધાનીઓ, એ ફરજિયાત છે, પરંતુ શું તમે જાણો છો કે એક આદર્શ મુસાફરી સાથી, કે જે તમને આર્થિક રૂપે ટ્રેક પર બનાવી રાખે છે, તે ફક્ત અમુક ક્લિક્સ દૂર છે? ફ્લિપકાર્ટ અને બજાજ અલાઈન્ઝ જનરલ ઇન્સ્યુરન્સ કંપની, જે કે ભારતની અગ્રણી ખાનગી જનરલ ઇન્સ્યુરર છે, તેમણે તમારી ખાનગી માલિકીના 2-વ્હીલર્સ અને 4-વ્હીલર્સ માટે ડિજિટલ મોટર ઇન્સ્યુરન્સ પોલિસી ઓફર કરવાં હેતુ સાથે ભાગીદારી કરી છે.
મોટર ઓન-ધ-સ્પોટ (ઓટીએસ) જેવી એવોર્ડ વિજેતા સુવિધાઓ (ફીચરો) અને 24,7 સ્પોટ સહાય, શૂન્ય અવમૂલ્યન કવર, કેશલેસ ગેરેજ અને નો ક્લેમ બોનસનાં સ્થાનાંતરણ જેવા અન્ય એડ ઓન લાભો સાથે મનની શાંતિ સુનિશ્ચિત કરી લો, ખાસ કરીને આ લોકડાઉનના સમયગાળામાં.
તમારી સવારી ટર્બોચાર્જ કરવા માટે તૈયાર છો? આ કાર અથવા ટુ-વ્હીલર વીમા સાથે તમારી મુસાફરી કેવી રીતે જુદી થવાની છે તેની ઝાંખી (સ્નેપશોટ) આ રહી.
ફોર-વ્હીલર વીમો: તે તમને ડ્રાઇવરની સીટ પર બનાવી રાખે છે!
મોટર વીમા યોજના વડે તમારા પૈડા પરના ઘરને સુરક્ષિત રાખો પ્લાન્સ જે ખૂબ મૂલ્યવાન તક પ્રદાન કરે છે. મોટર ઓટીએસ, 24/7 રોડસાઈડ સહાયક (અસિસ્ટંટ) અને કેશલેસ ગેરેજ જેવી સુવિધાઓ (ફીચરો) સાથે, તમે તમારી કારને હીચકી વિના ઉત્તમ (શાનદાર) સ્થિતિમાં રાખી શકો છો. તમને પસંદગી કરવાં માટે સામાન્ય (બેસિક), પ્રમાણભૂત (સ્ટેન્ડર્ડ), તથા વ્યાપક (કોમ્પ્રેહેન્સિવ) યોજનાઓ મળે છે.
તમને શું મળે છે
- 24/7 પેન-ઇન્ડિયા સ્પોટ સહાય: હવા નીકળેલ ટાયર માટે, બંધ અથવા ડિસ્ચાર્જ થયેલ બેટરીને પુન:શરુ કરવાં, તમારા વાહનને દોરડા કે સાંકળ વતી ખેંચવાં તથા અકસ્માતની સ્થિતિમાં કાનૂની સલાહ મેળવવાં હેતુ મદદ મેળવો.
- 4,000+ કેશલેસ ગેરેજો:તમારા પસંદગીના ગેરેજ પર ઉચ્ચ-ગુણવત્તાવાળી સેવાઓ પ્રાપ્ત કરતી વેળાએ, કેશલેસ રીતે દાવાઓ (ક્લેઇમ્સ)નું સમાધાન કરો.
- સરળ ઓલાઇન ખરીદી/નવીનીકરણ:તમારી પસંદની મોટર વીમા યોજના માટે ખરીદી કરો અને એજ સરળતાથી તેનું નવીનીકરણ કરો.
- મોટર ઓન-ધ-સ્પોટ: અકસ્માત પછી તમારા વાહનનું સ્વ-સર્વેક્ષણ કરો અને 20 મિનિટની અંદર રૂ.30,000 સુધી મેળવો!
- શૂન્ય અવમૂલ્યન: અવમૂલ્યન ખર્ચમાં ઘટાડો કરો અને ઉત્તમ દાવા (ક્લેઈમ)ની વળતર મેળવો.
ઉપલબ્ધ પેકેજો
જો તમે વધુ માઇલ જવા માંગતા હોવ, તો અહીં 3 પેકેજ છે જેમાંથી તમે પસંદગી કરી શકો છો:
- ડ્રાઇવ એસ્યોર ઇકોનોમી:અવમૂલ્યન સુરક્ષા, એન્જિન રક્ષક અને 24×7 સ્પોટ સહાય શામેલ છે
- ડ્રાઇવ એસ્યોર ઇકોનોમી પ્લસ:અવમૂલ્યન સુરક્ષા, એન્જિન રક્ષક અને 24×7 સ્પોટ સહાય, ચાવી તથા લોકની ફેરબદલી અને વ્યક્તિગત સામાન શામેલ છે
- ડ્રાઇવ એસ્યોર પ્રાઈમ:24×7 સ્પોટ સહાય અને ચાવી તથા લોકની ફેરબદલી સામેલ છે
સમાવેશ અને બાકાતી
તમને કુદરતી અને આગ, વિસ્ફોટ, સ્વ-ઇગ્નીશન, ઘરફોડી ચોરી, હડતાલ, આતંકવાદી પ્રવૃત્તિઓ અને નિંદનીય કૃત્યો જેવી માનવસર્જિત આફતો માટે કવરેજ મળે છે. તમે રૂ.15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર તથા તૃતીય-પક્ષ જવાબદારી કવર પણ ખરીદી શકો છો. આમાં તમને જેનું કવર મળતું નથી તે છે સામાન્ય ઘસારો (ખરોંચ) તથા તૂટફૂટ, અમુક પદાર્થોના પ્રભાવમાં હોઈ ડ્રાઇવિંગ કરતી વખતે થતી ક્ષતિઓ, માન્ય લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરો છો ત્યારે અને યુદ્ધનાં કારણે.
ટૂ-વ્હીલર વીમો: ટૂલકીટમાં સમાવિષ્ટ હોવું આવશ્યક છે
કોમ્પ્રિહેન્સિવ ટૂ વ્હીલર વીમો ખરીદો અને નુકસાન અથવા ચોરીને લીધે થતા નુકસાન સામે આર્થિક રીતે સુરક્ષિત રહો અને તૃતીય-પક્ષ જવાબદારી માટે કવરેજ મેળવો. દાવા (ક્લેઇમ) બાદ એનસીબી લાભ તેમજ તૃતીય-પક્ષ પ્રીમિયમમાં 0% વધારાની ખાતરી સાથે તમને 3-વર્ષના મોટર વીમા સહિત 1-, 2- અને 3-વર્ષની યોજનાઓ મળે છે.
તમને શું મળે છે
- મોટર ઓટીએસ (OTS):ડિજિટલ રીતે, તમારો દાવો (ક્લેઇમ) મિનિટોમાં સમાધાન કરાવવા માટે અકસ્માત પછી સ્વ-સર્વેક્ષણ કરો.
- ઇંધણ સહાયતા: 24/7 સ્પોટ સહાયતા સેવા દ્વારા ખાલી ચાલતી વખતે સહાય મેળવો.
- સરળ ઓનલાઇન ખરીદી:ઓનલાઈન, થોડા ક્લિક્સ વડે, તમારા ટુ વ્હીલરનો વીમો ખરીદો અને તેનું નવીનીકરણ કરો.
- નો ક્લેમ બોનસ (NCB) સ્થાનાંતરણજ્યારે તમે બજાજ અલાઈન્ઝ પર સ્વિચ કરો છો ત્યારે તમારા પાછલા વીમાદાતા પાસેથી તમારા એનસીબીના 50% જેટલું સ્થાનાંતરણ!
- ત્વરિત સપોર્ટ:કોઈપણ સમયે (રાઉન્ડ-ધ-ક્લોક) દાવા (ક્લેઇમ)ની સહાય, એસએમએસ દાવા (ક્લેઇમ) સ્થિતિ અપડેટ્સ અને વોટ્સએપ, ચેટબોટ અથવા ટોલ-ફ્રી નંબર 1800 209 5858 દ્વારા સહાય મેળવો.
- ઝડપી દાવાની પતાવટ: કેશલેસ દાવાની પતાવટની પ્રક્રિયા અને કેશલેસ ગેરેજના વિશાળ નેટવર્ક સાથે ત્વરિત પરિવર્તન સમય (સ્વીફ્ટ ટર્નઅરાઉન્ડ સમય) વડે લાભ.
- ત્રાસ મુક્ત નવીનીકરણ:તમારી પોલિસીને ઓનલાઇન નવીનીકરણ કરીને અવિરત મોટર વીમાનો આનંદ માણો. નિરીક્ષણની જરૂર નથી.
ઉપલબ્ધ પેકેજો
તમારી બાઇકને રક્ષણનું હજી એક સ્તર આપવા માંગો છો? અહીં આપેલ 3 પેકેજમાંથી તમે કોઈ એક પસંદ કરી શકો છો.
- ડ્રાઇવ એસ્યોર બેસિક:અવમૂલ્યન સુરક્ષા શામેલ છે
- ડ્રાઇવ એસ્યોર સિલ્વર:અવમૂલ્યન સુરક્ષા, એન્જિન રક્ષક અને ઉપભોગ યોગ્ય ખર્ચ સામેલ છે
- 24/7 સ્પોટ સહાયજે કટોકટી દરમિયાન સ્પોટ સહાય પ્રદાન કરવા પર ભાર આપે છે
સમાવેશ અને બાકાતી
તમને કુદરતી આપદાઓ જેમ કે આગ, વિસ્ફોટ, સ્વ-પ્રજ્વલન, પૂર, વાવાઝોડુ અને ભૂસ્ખલન અને માનવસર્જિત આપત્તિઓ જેવી કે ચોરી, દંગો, બાહ્ય માધ્યમથી અકસ્માત અને પરિવહન દરમિયાન થતા નુકસાનનાં કારણે થતા નુકસાન તથા ક્ષતિ માટે કવરેજ મળે છે. આ ઉપરાંત તમે રૂ.15 લાખનું વ્યક્તિગત અકસ્માત કવર અને તૃતીય-પક્ષ જવાબદારી કવર ખરીદી શકો છો.
આમાં તમને જેનું કવર મળતું નથી તે છે સામાન્ય ઘસારો (ખરોંચ) તથા તૂટફૂટ, યાંત્રિક/વિદ્યુત ભંગાણ, બેફામ સવારીને લીધે થતું નુકસાન, લાઇસન્સ વિના અથવા ડ્રગ્સ / આલ્કોહોલના પ્રભાવ હેઠળ કરેલ સવારી, યુદ્ધને લીધે થતું નુકસાન, એક્સેસરીઝની ચોરી તથા ટાયર જેવા ઉપભોગ યોગ્ય વસ્તુનો ઘસારો (ખરોંચ) તથા તૂટફૂટ.
2-વ્હીલર અને 4-વ્હીલર મોટર વીમા માટે કેવી રીતે અરજી કરવી?
- તમે તમારા ઘરથી નિકળ્યા વિના તમારા ખાતે યોગ્ય મોટર વીમા ઉમેરી શકો છો! ફક્ત આ રીતે:
- ખાતરી કરો કે તમારી પાસે ફ્લિપકાર્ટ એપનું નવીનતમ અપડેટ છે
- શિર્ષ-ડાબા ખૂણે આવેલ હેમબર્ગર ચિહ્ન પર ક્લિક કરો
- ‘Insurance’ પર નેવિગેટ કરો અને ક્લિક કરો
- તમારી આવશ્યકતા અનુસાર, ‘2 Wheeler’ અથવા ‘4 Wheeler’ પર ટેપ કરો
- તમારું નામ દાખલ કરો અને પ્રારંભ કરવા માટે ‘Get a quote’ હીટ કરો
જો તમારી સવારીને સુરક્ષિત કરવામાં સહેજ ક્લિક્સ કરતા વધારે કંઈપણ જવાનું નથી, તો શા માટે હજી રાહ જુઓ છો? સાઈન અપ કરોફ્લિપકાર્ટ અને બજાજ અલાઈન્ઝ દ્વારા આપેલ મોટર વીમા પોલિસી માટે, આજે જ!
કૃપા કરી નોંધ લો, સુવિધા (ફીચર) એ ફ્લિપકાર્ટ એમ-સાઇટ, ફ્લિપકાર્ટ એન્ડ્રોઇડ અને iOS એપ પર ઉપલબ્ધ છે.
સાથે આ પણ વાંચો: ફ્લિપકાર્ટ પર વીમો: એકલ પ્રોડક્ટમાં ઇન્ડસ્ટ્રીનું પ્રથમ લાઈફ+કોવિડ-19 હોસ્પિટલાઈઝેશન કવર પ્રાપ્ત કરો